Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ ચોમાસુ સામાન્ય, પરંતુ આ ભાગમાં ભારે વરસાદની સંભાવના
Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ મૂસળધાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સારો વરસાદ થયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હજુ એક દિવસ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્યારબાદ બે દિવસ વરસાદ ઓછો થશે. વળી, 7 જુલાઈના રોજ ગાજવીજ અને ભારે પવન સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે. વળી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. 7 જુલાઈના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં મેંદરડામાં 5 ઈંચ, ગીર સોમનાથના તલાલામાં 3.4 ઈંચ, ભરુચના વાલિયામાં 2.6 ઇંચ, માંગરોળમાં 2.6 ઈંચ અને કેશોદમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 66 તાલુકામાં 1 ઈંચથી ઓછો અને 17 તાલુકામાં 1 ઈંચછી 4.7 ઈંચ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદના કારણે 11 લોકોના મોત નીપજ્યા છે. જૂનાગઢથી જામનગર સુધી ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયુ છે. હવામાન વિભાગે જૂનાગઢ, જામનગર, વલસાડ અને સુરત માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 5 જુલાઈ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 87.44 ટકા વરસાદ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા, મધ્ય ગુજરાતમાં 20.40 ટકા, સૌરાષ્ટ્રમાં 46.71 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 26.09 ટકા વરસાદ થયો છે.












Click it and Unblock the Notifications
