હવામાન સમાચાર: રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, જાહેર કરાયું રેડ એલર્ટ

Gujarat weather news, હવામાન સમાચાર: ચોમાસા હવે વિદાય લઈ રહ્યું છે. આ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા શકે છે.

જે બાદ રાજ્યના ઘણા જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ હેઠળ રહેશે. આ સાથે ઘણા જિલ્લા માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સુરત, નવસારી અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશમાં, ખાસ કરીને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગહી અનુસાર, આવનારા 24 કલાક દરમિયાન વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જે કારણે આ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat weather News

આ સાથે છેલ્લા 24 કલાક માટે સુરત, ડાંગ, તાપી, નવસારી અને અમરેલી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. જે કારણે હવામાન વિભાગે આ જિલ્લા માટે યલો એલર્ટ આપ્યું છે.

27 સપ્ટેમ્બર - છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને નવસારી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ જિલ્લાઓ યલો એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

28 સપ્ટેમ્બર - સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ તમામ જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X