Gujarat Weather: હવે માવઠાની સંભાવના નહિવત, ઠંડા પવનો ફૂંકાશે

રાજ્યમાં ઘણા સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા સાથે હવે ઠંડીનુ જોર હવે વધી ગયુ છે. જાણો હવામાન વિભાગની આગાહી.

Gujarat Weather: છેલ્લા અમુક દિવસોમાં રાજ્યોમાં ઘણા સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ઠંડીનુ જોર હવે વધી ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે પાંચ દિવસ સુધી માવઠાની સંભાવના નહિવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનુ વાતાવરણ સૂકુ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ 20 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે ઠંડી વધશે.

ઉત્તર-પૂર્વના પવનોના કારણે ઠંડી વધશે

ઉત્તર-પૂર્વના પવનોના કારણે ઠંડી વધશે

તમને જણાવી દઈએ કે રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં બે દિવસ માવઠુ આવ્યુ હતુ. જો કે હવામાન વિભાગે હવે કમોસમી વરસાદની સંભાવના નકારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનોના કારણે ઠંડી વધશે. જો કે, સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે.

બે દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના

બે દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે આગામી બે દિવસ ઠંડીનુ જોર વધી શકે છે. ઠંડા પવનોના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઈને ચિંતામાં છે.

વરસાદ અને કરા પણ પડ્યા

વરસાદ અને કરા પણ પડ્યા

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘઉં, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાનીથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. વળી, અતિશય ઠંડા પવનના કારણે આંબામાં કેરીના બંધારણને પણ નુકશાન થઈ રહ્યુ છે. ખેડૂતોના મતે આ વર્ષે કેરીની આવક ઘટશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X