Gujarat Weather: રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડશે વરસાદ?

Gujarat Weather: ગુજરાતમાં હાલ ભારે વરસાદની સંભાવના નહીવત છે, રાજયમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે અને છૂટાછવાયા વરસાદની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની સિસ્ટમ અચાનક ખોરવાઈ જતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, તો 15 ઓગસ્ટ પછી વરસાદની નવી સિસ્ટમ બને તેવી શકયતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Gujarat Weather

રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના

Gujarat Rain Forecast: કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે, મોન્સૂન ટ્રફની અસરથી સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, સુરત, ડાંગ, તાપી, નવસારી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.વરસાદી સિસ્ટમો ઘટી જતાં હવે તાપમાન ફરી ઊંચકાશે. આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.હાલ સૌરાષ્ટ્ર તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે.બીજી તરફ હવામાન વિભાગે ફરીવાર વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. મોન્સૂન ટ્રફ નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ જઈ રહ્યું છે. મોન્સૂન ટ્રફના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 63.63% વરસાદ વરસ્યો

Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.63% વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.55% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 66.09, મધ્ય ગુજરાતમાં 66.12 અને સૌરાષ્ટ્રમાં 55.43% વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X