Gujarat Weather: રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડશે વરસાદ?
Gujarat Weather: રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીંવત હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાની વાત સામે આવી છે.

Gujarat Rain Forecast: હાલના હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, કચ્છ, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જેવા જીલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, રાજયમાં અચાનક વરસાદી સિસ્ટમ ફેરવાઈ ગઈ હોવાની વાત સામે આવી છે, માછીમારોને 4થી 6 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, વરસાદ નહી હોવાથી તાપમાન પણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ હાલમાં થંભી ગયો છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાયો
1 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.38%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84%, સૌરાષ્ટ્રમાં 55.09% અને દક્ષિણ ગુજરાતમાં 66.93% વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 1 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 274454 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 82.15% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 375105 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 67.21% છે. 100% ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે.












Click it and Unblock the Notifications
