Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમીની સાથે ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગો, મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી અથવા સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે.

આઈએમડી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સૂકુ રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકિનારે ઉત્તર-પશ્ચિ દિશાથી 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન રહી શકે છે. આગામી સપ્તાહે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહે રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એપ્રિલના અંત સુધીમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. ગરમી જૂન મહિનામાં તમામ રેકૉર્ડ તોડી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. એપ્રિલ મહિનાથી જ પ્રી-મોનસુન એક્ટિવિટી શરુ થઈ જશે. જેના પરિણામે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 20 એપ્રિલથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં ભયંકર લૂ ફૂંકાશે.
રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન સૌથી વધુ અમરેલીમાં 39 ડિગ્રી, અમદાવાદમાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, રાજકોટ અને ભૂજમાં 38 ડિગ્રી, વડોદરા અને છોટાઉદેપુરમાં 37.4 ડિગ્રી, સુરત અને ડાંગમાં 37.8 ડિગ્રી નોંધાયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ એપ્રિલથી જૂન દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમીની સંભાવનના છે. આ દરમિયાન 10થી 20 દિવસ સુધી હીટવેવની સંભાવના છે. જેની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં વધુ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
