Gujarat Weather: ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, ગરમીમાં આંશિક ઘટાડો

Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીના પ્રકોપ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આઈએમડી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન શરુ થયુ હોવાથી આજે વલસાડ, નવસારી, સુરત, ભરુચ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. વળી, આવતીકાલે વલસાડ, નવસારી, સુરત, ભરુચ, દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી છે.

cyclone

ગુજરાતમાં ગુરુવારે ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર અરવલલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ નોંધાયો હતો. આઈએમડી મુજબ ગુજરાત પર વિન્ડ ડિસકન્ટીન્યુટી સર્જાવાના કારણે દાહોદમાં કરા પડ્યા હતા.

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અરવલ્લી અને દ્વારકામાં ભારે પવન ફૂંકાયો હતો. અરવલ્લીના ભિલોડામાં વાવાઝોડાના કારણે ત્રણ મકાનોમાં નુકશાનની ઘટનાઓ સામે આવી હતી. વળી, દ્વારકાના કલ્યાણપુરમાં પણ ભારે પવનના કારણે મંડપો ઉડ્યા હતા.

વળી, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં 12થી 15 એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના છે. અમુક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન આંધી અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે. જો કે, રાજ્યના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન અમદાવાદમાં 38.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી અને સૌથી વધુ ભૂજમાં 41.2 ડિગ્રી નોંધાયુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી તાપમાન થઈ શકે છે. વળી, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની સંભાવના નહિવત છે. વળી, હિટવેવની કોઈ આગાહી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X