Gujarat Weather: અમદાવાદ સહિત આ સ્થળોએ વરસાદની સંભાવના, જાણો આગામી 5 દિવસની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આજે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની સંભાવના બની છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. વધુ વરસાદની કોઈ સંભાવના નથી. આઈએમડી મુજબ આજથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 26 ટકા વધુ વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે. ગુજરાતમાં ઓગસ્ટમાં માત્ર 17 મિમી વરસાદ થયો છે. નર્મદા, ખેડા, વડોદરા, ગાંધીનગર અને દાહોદ એમ પાંચ જિલ્લામાં વરસાદ ઓછો છે.
જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ પડશે. વળી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
તેમણે જણાવ્યુ કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવે રાજ્ય તરફ એક પછી એક વરસાદી સિસ્ટમ આવશે. હાલમાં એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. વળી, 25થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. તેમાં પણ દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિના સુધી રહેશે.












Click it and Unblock the Notifications
