Gujarat Weather: ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ
Gujarat Weather: આજે ચોથી સપ્ટેમ્બરના રોજ બે જિલ્લામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતના માથે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે રાજ્યમાં ફરીથી મેઘો મૂડમાં આવ્યો છે. વરસાદની માત્રા અને વરસાદનો વિસ્તાર વધવા લાગ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને બાદ કરતા બાકીના ઝોનના જિલ્લાઓમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અરવલ્લી, વલસાડ, તાપી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
પાંચમી તારીખે નવસારી, સુરત, તાપી, વલસાડમાં રેડ એલર્ટ એટલે કે, અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભાવનગર, ભરૂચ, બોટાદ, અમરેલી, નર્મદા, છોટાઉદેપુર અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ એલર્ટ નથી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે મોરબી, અમદાવાદ, આણંદ, વડોદરા, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
