Gujarat Weather: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે, ભારે વરસાદ પડવાની સંભાવના નહિવત છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં બનેલુ ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવવાના બદલે હવે ઉત્તર-પશ્ચિમ તરફ જતુ રહ્યુ છે. જેના કારણે ભારે વરસાદની સંભાવના નથી પરંતુ હળવો વરસાદી માહોલ રહેશે.

rain

આઈએમડીના જણાવ્યા મુજબ દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. વળી, દરિયામાં કરંટ હોવાના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. વળી, કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ માટે આગાહી કરીને જણાવ્યુ છે કે બંગાળના ઉપસાગરનુ ડીપ ડિપ્રેશન આગળ વધીને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે. જેને લઈને ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. 4થી 6 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 135 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, મધ્ય ગુજરાતમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. વળી, 46 તાલુકામાં 40 ઈંચથી વધુ, 106 તાલુકામાં 20થી 40 ઈંચ, 93 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ થયો છે.

આ ઉપરાંત આ ઉપરાંત રાજ્યના 207માંથી 63 જળાશયો છલકાયા છે. સૌરાષ્ટ્રના 48, કચ્છના 10, દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. 207 જળાશયોમાં 71 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206માંથી 125 જળાશયો હાઈએલર્ટ પર, 11 જળાશયો વોર્નિંગ પર છે. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 206 જળાશયોમાં 69 ટકા જળસંગ્રહ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X