Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યના આ સ્થળોએ ગાજવીજ સાથે માવઠાની આગાહી

rain

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. વિભાગે આગામી બે દિવસ સુધી સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સ્થળોએ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સવારથી જ વાતાવરણ વાદળછાયુ છે. વળી, રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી હળવો વરસાદ જોવા મળ્યો છે.

40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. આઈએમડી મુજબ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

પાકને થશે નુકશાન

પાકને થશે નુકશાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. બે દિવસ પછી વરસાદનુ જોર ઘટશે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ માવઠુ થશે. ત્રણ દિવસ પછી ગુજરાતમાં ગરમીનો પારો વધશે. માવઠાના પગલે ઘણું, ધાણા, તલ અને જીરુના પાકને નુકશાન થવાની ભીતિ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X