Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતાને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોખમ તોળાઈ રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 6થી 9 જૂન વચ્ચે વાવાઝોડુ આવવાની સંભાવના છે. 5 જૂનના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે તો તો વાવાઝોડામાં પરિણમશે.

rain

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સાયક્લૉનિક સિસ્ટમ સક્રિય થતા 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પરિણામે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે.

વળી, હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યનુ હવામાન પાંચ દિવસ સૂકુ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં ફરીથી ગરમીનુ પ્રમાણ વધવાની સંભાવનાઓ છે. અમદાવાદનુ તાપમાન 40-41 ડિગ્રીની વચ્ચે રહેશે પરંતુ આવતા પાંચ દિવસ દરમિયાન 42 ડિગ્રી સુધી પણ જઈ શકે છે. આનાથી વધુ તાપમાન જવાની સંભાવના નથી. અમદાવાદમાં ગરમીનુ પ્રમાણ વધવા સાથે 4 અને 5 જૂને યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X