Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, લાખાણીમાં 10 ઈંચ, બનાસકાંઠામાં રેડ એલર્ટ

Gujarat Weather: ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખાણીમાં 10.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વળી, 50 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

guj rain

ભારે વરસાદની આગાહીને લઈ રાજ્યમાં 10 જગ્યાએ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી. આજે ગાંધીનગર ખાતે સીએમની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વરસાદ અંગે થશે ચર્ચા કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદે માઝા મૂકી છે. જેમાં બનાસકાંઠાનો લાખાણી તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો. મહેસાણામાં પણ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડાઓ મુજબ બુધવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બે કલાકમાં 20 તાલુકામાં વરસાદ થયો હતો. મંગળવારે બનાસકાંઠાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં લાખણીમાં 10 ઈંચ, દાંતીવાડામાં પોણા ચાર ઈંચ, સુઈ ગામમાં ત્રણ ઈંચ, વાવમાં ત્રણ ઈંચ, થરાદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠાના લાખાણી ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સુઇગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવવાનાં કારણે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ હવે મહેર કરી છે. લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે. બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

દેશના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઝડપથી આગળ વધશે. ચોમાસું 2જી જુલાઈએ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે, જે સામાન્ય રીતે 8મી જુલાઈએ પહોંચે છે. તેથી, તે 6 દિવસ પહેલા જ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે સક્રિય ચોમાસું આગામી 4-5 દિવસમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આગળ વધશે. આગામી પાંચ દિવસમાં સામાન્ય કરતાં ભારે વરસાદની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X