Gujarat Weather: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાની વાત સામે આવી છે, રાજ્યમાં માત્ર સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

gujarat rain

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. 5 ઓગસ્ટ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Gujarat Rain: રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં કૂલ સિઝનનો સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 18 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X