Gujarat Weather: રાજ્યમાં ફરીથી બનશે વરસાદી માહોલ, સાર્વત્રિક વરસાદની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યુ હતુ કે રાજ્યમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થવાની સંભાવના છે.

રવિવારે મોટાભાગે બધા રિજનમાં વરસાદ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવાના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના છે. આ સિસ્ટમનુ વહન મોટાભાગે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ જવાની સંભાવના છે.

rain

આ સિસ્ટમ આગળ જતા નબળી થઈ શકે છે પરંતુ તેની અસરથી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આગાહી મુજબ આજથી વરસાદનો માહોલ સર્જાશે. બે દિવસ છૂટોછવાયો વરસાદ રહી શકે છે. રવિવારે 20 ઓગસ્ટે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જો કે, 22 ઓગસ્ટ સુધી માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વીકેન્ડ અને નવા અઠવાડિયાની શરુઆતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓની આગાહી કરી હતી.

નોંધનીય છે કે છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ 2023 નોંધાઈ શકે છે. અલ નીનોની અસરના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની ઉણપ જોવા મળી રહી છે. રાજ્યમાં જુલાઈના અંત સુધી 79 ટકા વરસાદ થયો હતો અને ઓગસ્ટના 18 દિવસમાં માત્ર 2 ટકા વરસાદ નોંધાયો છે. સાત તાલુકાઓમાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ છે. દાહોદમાં સરેરાશથી 34 ટકા ઓછો, વડોદરામાં 23 ટકા, અમદાવાદમાં 13 ટકા ઓછો વરસાદ છે.

વરસાદની ઉણપના કારણે ખરીફ પાકોના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. ઘઉં, રાઈ જેવા રવી પાકના ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે. વળી, ઓછા વરસાદની અસર મોંઘવારી પર પણ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X