Gujarat Weather: દ. ગુજરાતમાં મેઘો અનરાધાર, સૌથી વધુ નવસારીમાં 9.2 ઈંચ, આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં વધુ વરસાદ વરસ્યો છે. હવામાનના આંકડા મુજબ નવસારીના ખેરગામમાં સૌથી વધુ 9.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો 67 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યારે પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

navsari rain

આ ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,નવસારી, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 9.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ધરમપુરમાં 7.4 ઇંચ, વલસાડમાં 7.2 ઇંચ, ડાંગના આહવામાં 6.5 ઇંચ, કપરાડામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાની ત્રણ નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. લોકોનુ સ્થળાંતર પણ કરાવાયું હતું. ડાંગમાં સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે 19 માર્ગો બંધ થયા હતા. સાપુતારામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સોમવારે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, ડાંગ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને પહેલા બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપાવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X