Gujarat Weather: ગુજરાતમાં આગામી 36 કલાક મેઘતાંડવની આફત, તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, IMDએ કરી ખતરનાક આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ગળાડૂબ છે. છેલ્લા 24 કલાકમાં 254 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે ટંકારા અને મારવા હડફમાં 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. તંત્ર પણ વરસાદના પગલે સજ્જ થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત નજર રાખી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પહેલી વાર 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં સિઝનની અત્યાર સુધીની સૌથી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લેટેસ્ટ અપડેટ મુજબ ભયાનક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે.

gujarat rain

નોંધનીય છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આ સિસ્ટમ પસાર થઈ ત્યારે ત્યાં ભયાનક પૂરની સ્થિતિ જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. આગામી 36 કલાક ગુજરાત માટે જોખમી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં આ સિસ્ટમ સક્રિય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2થી 6 ઈંચ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. 30થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે.

નર્મદા ડેમનાં તમામ દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે. ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ વધી રહી છે. તંત્ર દ્વારા કામ વગર ઘરની બહાર નહિ જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગુજરાતના 22 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા આ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. વળી, અન્ય 37 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના કૂલ 608 રોડ રસ્તાઓ બંધ થયા છે.

રેલવે વ્યવહાર પર પણ ભારે વરસાદની અસર થઈ છે. વડોદરાના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X