Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમી, હિંમતનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર, ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા તાપમાન હજુ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ભાવનગર, ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં 44 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

heat

આઈએમડી મુજબ રવિવારે રાજ્યના 10 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જેમાં 46.2 ડિગ્રી સાથે હિંમતનગર રાજયનુ સૌથી વધુ ગરમ શહેર બન્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે જણાવેલ આંકડાઓ મુજબ રવિવારે મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, ડિસામાં 45.1 ડિગ્રી, અમદાવાદમાં 44.9 ડિગ્રી, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી, ભૂજમાં 42.8 ડિગ્રી, ભાવનગરમાં 44.6 ડિગ્રી, રાજકોટમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

એ ગુજરાતના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડનો સમાવેશ થાય છે.

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડુ આકાર લઈ રહ્યુ હોવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેની અસર ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર્ પર પણ જોવા મળી શકે છે. 26 મેથી 4 જૂન દરમિયાન આ વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળશે અને ભારે વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાન આવી શકે છે. મે મહિનાના અંતમાં ગુજરાત પર વાવાઝોડુ ત્રાટકશે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે વાવાઝોડાની સંભાવના છે. જો આ વાવાઝોડુ ઓમાન બાજુ ન ફંટાય તો સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X