Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમી, પારો ફરીથી ઉંચકાયો, જાણો હવામાનની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ હવે ફરીથી તાપમાનનુ જોર વધવા લાગ્યુ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં આગ ઝરતી ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકુ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે તાપમાન 40 ડિગ્રી રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ પછી રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

heat

આઈએમડી મુજબ એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રીનો પાર જવાની સંભાવના છે. હાલમાં બે દિવસ ગરમીનો પારો 39થી 40 ડિગ્રી રહ્યા બાદ, 26 એપ્રિલથી ગરમીમાં ભયંકર વધારો થશે.

રાજ્યના અલગ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.7 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી, જામનગરમાં 38.6 ડિગ્રી, ભાવનગરમાં 38.02 ડિગ્રી, વડોદરામાં 37.07 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 એપ્રિલ બાદ રાજ્યનુ તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. 25થી 27 એપ્રિલ દરમિયાન ઘણા વિસ્તારોમાં પારો 41થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે. ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ગુજરાતમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X