Gujarat Weather: રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, સવારે ગાઢ ધૂમ્મસ, નલિયામાં સૌથી ઓછુ 8.2 ડિગ્રી તાપમાન
Gujarat Weather: ગુજરાતમાં આજથી કાતિલ ઠંડી શરુ થશે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતી હોવાના કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર પ્રસરી ગઈ છે. જેના પરિણામે ગુજરાતમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે.
સવારના સમયે ગાઢ ધૂમ્મસની ચાદર છવાયેલી રહે છે. ધૂમ્મસના લીધે વિઝિબિલિટી ઘટી જતા સવારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનુ જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. રાજ્યમાં દરિયાકાંઠે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે. વળી, આવનારા એક સપ્તાહમાં કોઈ સિસ્ટમ ફોર્મેશનની આશા ન હોવાથી આકાશ સ્વચ્છ રહેશે.
વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાની અસર ગુજરાતમાં જોવા મળશે. વળી, અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે વાવાઝોડાની પણ શક્યતા છે. 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે.
રાજ્યના અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો બુધવારે ગુજરાતના કચ્છમાં નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યાં તાપમાન 8.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. વળી, અમદાવાદમાં 14.5 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, વલસાડમાં 15 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.2 ડિગ્રી, દ્વારકામાં 16 ડિગ્રી, પોરબંદરમાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી અને વડોદરામાં 16 ડિગ્રી નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાન નલિયામાં 27.8 ડિગ્રી, અમદાવાદમાં 26.3 ડિગ્રી, ડીસામાં 27 ડિગ્રી, ગાંધીનગરમાં 25.6 ડિગ્રી, વલસાડમાં 29.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 27.8 ડિગ્રી, દ્વારકામાં 28.6 ડિગ્રી, પોરબંદરમાં 30.4 ડિગ્રી, રાજકોટમાં 30.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 27.8 ડિગ્રી, સુરતમાં 26.6 ડિગ્રી અને વડોદરામાં 24.8 ડિગ્રી નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
