Gujarat Weather: કડકડતી ઠંડી, ભારે પવન અને કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: રાજ્યમાં સામાન્ય ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની વિદાય સાથે ઉનાળાએ એન્ટ્રી કરી દીધી છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગે ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર 21 ફેબ્રુઆરીથી ભારે પવન ફૂંકાશે અને કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે.

આઈએમડી મુજબ 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડી અનુભવાશે. વાદળછાયુ વાતાવરણ રહેશે. પવનની દિશા બદલાવાના કારણે ઠંડી લાગશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે. વળી, રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આઈએમડી મુજબ મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડાની આસપાસના વિસ્તારો તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમમાં સામાન્ય છાંટા પડી શકે છે. 17થી 29 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.












Click it and Unblock the Notifications
