Gujarat Weather: ઉત્તર ભારતમાં હિમવર્ષાના લીધે રાજ્યમાં કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. વળી, ઠંડા પવનોના કારણે ઠંડીનુ જોર હજુ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચથી સાત દિવસ સુધી રાજ્યમાં મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે.

વળી, માવઠુ પડવાની પણ સંભાવના નહિવત છે. આઈએમડી મુજબ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના નથી. આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. ગુજરાતમાં 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ.

snowfall

રાજ્યના અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.7 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, સુરતમાં 21.5 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, દ્વારકામાં 18.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 14.4 ડિગ્રી, દીવમાં 18.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 26.4 ડિગ્રી, ડીસામાં 28.8 ડિગ્રી, ગાંધીનગરમાં 26.5 ડિગ્રી, વડોદરામાં 28.6 ડિગ્રી, સુરતમાં 28.2 ડિગ્રી, રાજકોટમાં 31 ડિગ્રી, દ્વારકામાં 27.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 28.3ડિગ્રી, દીવમાં 28.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં વધુ ઠંડી પડશે. ઉત્તર ભારતમાં 22 ડિસેમ્બરથી હિમવર્ષાના કારણે ઠંડીનુ પ્રમાણ વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X