Gujarat Weather: ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, પારો હજુ ગગડવાની આગાહી

Gujarat Weather: દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારત કોલ્ડવેવથી કાંપી રહ્યુ છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર ગાઢ ધૂમ્મસથી લપેટાયેલુ છે. વળી, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે.

ગુજરાતમાં પણ કાતિલ ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં પારો ગગડી રહ્યો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી જેટલુ નોંધવામાં આવ્યુ છે. વહેલી સવારે લોકોને ગાઢ ધૂમ્મસ સાથે ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

cold

રાજ્યમાં નવા વર્ષની શરુઆતથી જ વાતાવરણ પલટાયુ છે. આ અંગે હવામાન વિભાગે પણ લોકોને ચેતવણી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં ઠંડીનુ પ્રમાણ વધશે. તાપમાનમાં સરેરાશ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

રાજ્યના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. વળી, અમદાવાદમાં 15.9 ડિગ્રી, ડીસામાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, ભૂજમાં 11.7 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 11.9 ડિગ્રી, દ્વારકામાં 15.9 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી અને સુરતમાં 17.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 27.8 ડિગ્રી, અમદાવાદમાં 25.6 ડિગ્રી, ડીસામાં 27.2 ડિગ્રી, ગાંધીનગરમાં 25.2 ડિગ્રી, વડોદરામાં 27 ડિગ્રી, ભૂજમાં 27.7 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 27.3 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી, રાજકોટમાં 29.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 27.3 ડિગ્રી અને સુરતમાં 29.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે આજથી પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળા આવશે. જાન્યુઆરીમાં ઘણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઠંડીનુ પ્રમાણ વધશે. ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X