Gujarat Weather: સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટ્યુ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલુ વધુ રહેવાની સંભાવના છે. વળી, આગામી દિવસોમાં વરસાદની શક્યતા નથી.

હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. જો કે, હાલમાં પવનની દિશા બદલાવાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

cold

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલમાં અમુક ભાગોમાં ઠંડી જ્યારે કેટલાક ભાગોમાં ગરમી અનુભવાઈ રહી છે. ગરમી વધવાની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન ઘટી ગયુ છે. જેના પરિણામે અહીં ઠંડી વધી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15 ફેબ્રુઆરીથી પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે તેમજ ગરમી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X