Gujarat Weather: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. આગામી દિવસોમાં હજુ 4થી 5 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદ માટે કોઈ એલર્ટ નથી. ઘણા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

cold

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ દરિયામાં હવાના દબાણ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે આજે એટલે કે 29 નવેમ્બરના રોજ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હાલમાં ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ઠંડી, તાપ અને વરસાદનો અનુભવ થશે. રાજ્યના હવામાનમાં ભારે ફેરફાર જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત થશે, જેના પરિણામે ડિસેમ્બરમાં પણ માવઠુ થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. રેકૉર્ડ તોડ ઠંડી પડશે. શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવે હવામાન સૂકુ રહેવાની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદ બાદ હવે તાપમાનમાં ઘટાડો થતા સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામકંડોરણા સહિતના સ્થળે ગાઢ ધૂમ્મસ છવાયુ હતુ. ધૂમ્મસના કારણે વિમાન અને ટ્રેન સેવાઓ મોડી પડી હતી તેમજ લો વિઝિબિલિટીના કારણે રસ્તા પરના વાહનોની ગતિ પણ ધીમી રાખવાની ફરજ પડી હતી.

તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં 13.6 ડિગ્રી, અમરેલી, કેશોદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, કંડલા એરપોર્ટ, વડોદરા, ડીસા સહિતના સ્થળોએ 17 ડિગ્રી, ભૂજમાં 16 ડિગ્રી, અમદાવાદ, રાજકોટ, મહુવામાં 18 ડિગ્રી, સુરત, વેરાવળ, દીવ, દ્વારકામાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.આગામી દિવસોમાં તાપમાનમાં હજુ 4થી 5 ડિગ્રીનો ઘટાડો થશે.

નોંધનીય છે કે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે 220 તાલુકાઓ ઘમરોળ્યા હતા. 44 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થયો હતો. લોધિકામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડૂતોને મોટાપાયે નુકશાન થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X