Gujarat Weather: અમદાવાદમાં થીજવતી ઠંડી, પારો 20થી નીચે ગગડ્યો

Gujarat Weather: સમગ્ર રાજ્યમાં ઠંડી ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ગઈ રાતે 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયુ હતુ.

અમદાવાદમાં 18.4 ડિગ્રી અને નલિયામાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ નલિયામાં આગામી ચાર દિવસ 15થી 17 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુત્તમ તાપમાન રહી શકે છે.

winter

રાજ્યમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 13.2, ડીસામાં 16.2, ગાંધીનગરમાં 17, વડોદરામાં 17.6, ભૂજમાં 18.2, અમદાવાદમાં 18.4, રાજકોટમાં 18.4, કંડલામાં 20, ભાવનગરમાં 20 અને સુરતમાં 20.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

અમદાવાદમાં સરેરારાશ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી હતુ. ડીસામાં 33.3, ગાંધીનગરમાં 34, વિદ્યાનગરમાં 34.9, વડોદરામાં 34.2, સુરતમાં 34.6, વલસાડમાં 37.4, ભૂજમાં 35.1, નલિયામાં 33.7, દ્વારકામાં 33, ઓખામાં 31.5, પોરબંદરમાં 35, રાજકોટમાં 35.2, સુરેન્દ્રનગરમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X