Gujarat Weather: રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં પારો 11 ડિગ્રી, માવઠાની પણ આગાહી

Gujarat Weather: રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં 15.8 ડિગ્રી, ડીસામાં 13.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 12 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી અને મહુવામાં 13.9 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. વળી, રાજ્યના અમુક વિસ્તારોમાં એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. એ સિવાય રાજ્યના હવામાનમાં વધુ ફેરફાર નહિ થાય. જો કે, મોટાભાગના વિસ્તારોમાં રાતનુ તાપમાન બે-ત્રણ ડિગ્રી વધી શકે છે.

cold

અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાના કારણે ગુજરાતમાં ભેજનુ પ્રમાણ વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ઉત્તર ભારત અને ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની સાથે ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. 29 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14થી 18 ડિસેમ્બર દરમિયાન ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. વળી, 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરુઆત સુધી ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠુ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન હાડ થીજવતી ઠંડીની પણ શક્યતા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓના તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, વલસાડમાં 19 ડિગ્રી, દમણમાં 17.8 ડિગ્રી, ભૂજમાં 15.1 ડિગ્રી, કંડલા પોર્ટમાં 16.3 ડિગ્રી, ભાવનગરમાં 17.1 ડિગ્રી, ઓખામાં 21.2 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X