Gujarat Weather: આગ ઝરતી ગરમી, 5 શહેરોમાં પારો 41ને પાર, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. રાજ્યના 6 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ જ્યારે 5 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યુ હતુ. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયુ હતુ.

વળી, 41.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર બીજા ક્રમે રહ્યા હતા. નોંધનીય છે કે કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવેલી છે.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં 41 ડિગ્રી, ભૂજમાં 41.5 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી, ડીસામાં 39.4 ડિગ્રી, કેશોદમાં 39 ડિગ્રી અને ભાવનગરમાં 37.5 ડિગ્રી, મહુવામાં 38.6 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

કાળઝાળ ગરમી દરમિયાન રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 13થી 15 એપ્રિલ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં તેમજ 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં માવઠાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ દિવસોમાં પવનની ગતિ પણ તેજ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X