Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમી, યલો એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. વળી, હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગરમીનો પારો વધુ જોવા મળી શકે છે. આગામી 2 દિવસ કાળઝાળ ગરમીની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને કાલે દિવસ-રાત ગરમ પવન ફૂંકાશે. આગામી બે દિવસ માટે આઈએમડી દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

heat

આઈએમડી મુજબ બુધવારે અમદાવાદ સહિત આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. વળી, 4 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. આગામી 48 કલાક સુધી રાજ્યમાં ભયંકર ગરમી રહેશે.

રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન અમદાવાદમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.1 ડિગ્રી, કંડલામાં 39.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. આઈએમડીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહિ.

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવની ચેતવણી આપી છે. વળી, બનાસકાંઠા અને અમદાવાદમાં રાતે પણ ગરમ પવનો ફૂંકાવાની ચેતવણી આપી છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી ગરમી વધશે. જો કે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ફરીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વાદળા આવી શકે છે. વળી, 30 અને 31 માર્ચે રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવશે. 1થી 5 એપ્રિલ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન બૉર્ડર વિસ્તારોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X