Gujarat Weather: કાળઝાળ ગરમીનો પ્રકોપ, પારો 43 ડિગ્રીને પાર, હિટવેવની ચેતવણી, જાણો IMD અપડેટ
Gujarat Weather: ગુજરાતના આકાશમાંથી અગનગોળાઓ વરસી રહ્યા છે. ગરમીનો પારો દિવસેને દિવસે ચરમ સીમા વટાવી રહ્યો છે. અમદાવામાં તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયુ છે. ગઈકાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
અમદાવાદમાં બે દિવસ પછી પારો ઉંચકાયો હતો. હવામાન વિભાગ દ્વારા પ્રી-મોનસુન એક્ટિવિટીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સૂકુ રહેશે. જ્યારે છઠ્ઠા અને સાતમાં દિવસે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આગામી 12 અને 13 મેના રોજ પ્રી-મોનસુન એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની શક્યતા છે.
આઈએમડી મુજબ દીવ અને ભાવનગર માટે હિટવેવી આગાહી છે. ઉત્તર-પૂર્વના પવનોના કારણે અહીં પારો ઉંચકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટ રહી શકે છે. મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. અમદાવાદ અને ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન હોવાના કારણે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.3, કચ્છમાં 43.8, ગાંધીનગરમાં 42.5, વડોદરામાં 41.4, સુરેન્દ્રનગરમાં 43, રાજકોટમાં 42.7 ડિગ્રી, કંડલામાં 41, ડીસામાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે પ્રી-મોનસુન એક્ટિવિટીથી ભારે આંધી અને વંટોળ રહેવાની સંભાવના છે. ત્યારબાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. 24-25 મે દરમિયાન પ્રી-મોનસુન એક્ટિવિટી રહેશે. 24થી 4 જૂન વચ્ચે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
