Gujarat Weather: ગુજરાતમાં પારો ઉંચકાયો, રાજ્યના અમુક ભાગોમાં પવન-વંટોળ સાથે માવઠાની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ ગુજરાતનુ વાતાવરણ સૂકુ રહેશે. હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. જો કે, લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સુધી વધુ જઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણ વાદળછાયુ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિ કલાકની રહેશે.

વળી, આઈએમડી મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે. જેની ગતિ 45થી 65 પ્રતિ કલાકની થઈ શકે છે. જમીન પર હાલમાં પવનની ગતિ 10થી 20 કિમી પ્રતિ કલાકની છે. અમદાવાદમાં પણ આજે ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ગતિમાં વધારો થવાના કારણે ઠંડીનુ જોર વધશે અને રાજ્યમાં ફરીથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. વળી, રાજ્યના અમુક ભાગોમાં હળવા કમોસમી વરસાદની પણ સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં ઈરાન-ઈરાક પાસે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી આવી શકે છે. જેના પરિણામે 1થી 5 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવા જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સંભાવના છે.
વળી, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતના વાતાવરણમાં 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી પલટો આવી શકે છે. આ દરમિયાન પવન-વંટોળ, તોફાન, માવઠાની સંભાવના છે.
રાજ્યમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 18.3 ડિગ્રી, વડોદરામાં 18.2 ડિગ્રી, સુરતમાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી, નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી અને ભૂજમાં 17 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.
વળી, હવામાન વિભાગની આગાહી મુજબ આજે તાપમાન અમદાવાદ, ભરુચ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી જ્યારે વલસાડ, સુરત, વડોદરા જેવા જિલ્લાઓમાં 21 ડિગ્રી રહી શકે છે.












Click it and Unblock the Notifications
