Gujarat Weather: ગુજરાતમાં ધોમધખતા તાપમાં આ જગ્યાએ કમોસમી વરસાદની સંભાવના, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં થઈ રહેલા વધારા સાથે વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યુ હતુ. ગુરુવારે રાજ્યના 13 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યુ હતુ.
રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે હિટવેવની સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હિટવેવ થઈ શકે છે. આગામી પાંચ દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર સંભાવના નહિ હોવાનુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

ગરમીના વધતા પ્રમાણ સાથે આજે ઘણા વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાંથી ભેજ આવવાના કારણે અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જો કે, આવતીકાલથી વાતાવરણ સૂકુ રહેશે.
ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. વળી, દરિયાકિનારાના વિસ્તારોમાં બફારો રહેવાની સંભાવના છે.
રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન અમદાવાદમાં 37.3 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી, ડીસામાં 37.9 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, નલિયામાં 37.2 ડિગ્રી, કેશોદમાં 39.4 ડિગ્રી, પોરબંદરમાં 39 ડિગ્રી નોંધાયુ હતુ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી તાપમાન વધારો થશે. મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ રહેશે.












Click it and Unblock the Notifications
