Gujarat Weather: ઠંડીમાં વધ-ઘટ યથાવત, વાદળછાયુ વાતાવરણ, ગરમીનો પારો 1થી 2 ડિગ્રી વધશે
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે તાપમાનનો પારો વધ્યો છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ છે.
રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીમાં ક્યારેક વધારો અને ક્યારેક ઘટાડો ચાલી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે.

ગુજરાતમાં હાલમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત મળી છે. આઈએમડી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં અમુક વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે.
હવામાન વિભાગના આંકડા મુજબ ગાંધીનગર 13.4 ડિગ્રી સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે ઓખા 21.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. સમગ્ર રાજ્યમાં 13થી 21 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 14.7 ડિગ્રી, નલિયામાં 15.2 ડિગ્રી, ડીસામાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, સુરતમાં 17.5 ડિગ્રી, કંડલામાં 19.5 ડિગ્રી, દ્વારકામાં 21.1 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 30 ડિગ્રી, નલિયામાં 29.6 ડિગ્રી, ડીસામાં 29.8 ડિગ્રી, ગાંધીનગરમાં 29.8 ડિગ્રી, વડોદરામાં 31.2 ડિગ્રી, સુરતમાં 31 ડિગ્રી, કંડલામાં 28.1 ડિગ્રી, દ્વારકામાં 27 ડિગ્રી, રાજકોટમાં 31.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 30.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
