Gujarat Weather: ગુજરાતમાં ગરમીનો પારો માર્ચમાં જશે 40ને પાર, જાણો હવામાનની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીએ ધીમે ધીમે વિદાય લેવાનુ શરુ કરી દીધુ છે. ઉત્તર-પૂર્વીય પવનોના લીધે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાથે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે.
રવિવારે રાજ્યના 12 શહેરોમાં પારો 34ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. વળી, રાજ્યમાં આ અઠવાડિયામાં જ પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાનમાં મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. વળી, આગામી સપ્તાહમાં રાજ્યનુ હવામાન સૂકુ રહેશે તેમજ વરસાદની સંભાવના નહિવત છે. આઈએમડી મુજબ રોજેરોજ તાપમાનમાં વધારો થશે. વળી, 18 માર્ચ પછી અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 આસપાસ જવાની સંભાવના છે.
આઈએમડી મુજબ આ વર્ષનો પહેલો હીટવેવ રાઉન્ડ 18થી 25 માર્ચ દરમિયાન આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, સુરતમાં 34 ડિગ્રી જ્યારે દ્વારકા, જામનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે.
રાજ્યના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 17.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, સુરતમાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 17 ડિગ્રી, વડોદરામાં 16.8 ડિગ્રી, મહુવામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
