Gujarat Weather: ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ મન મૂકીને વરસી રહ્યુ છે. રાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જુ્લાઈના પહેલા જ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો હતો.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં થંડર સ્ટ્રોમ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વળી, 45થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

આઈએમડીની આગાહી મુજબ આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર,જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3 જુલાઈના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.
4 જુલાઈ માટે વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ જ્યારે 5 જુલાઈ માટે નવસારી, વલસાડ, દમણ, દદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડાઓ મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના કેશોદમાં 8.5 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચ વરસાદ થયો છે.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડાઓ મુજબ રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે. જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 8 ઇંચ, જૂનાગઠના વંથલીમાં 196 મીમી, માણાવદર 188 મીમી, કલ્યાણપુરમાં 186 મીમી, જૂનાગઢમાં 169 મીમી, જૂનાગઢ શહેરમાં 169 મીમી, મેંદરડા 151 મીમી, વિસાવદરમાં 135 મીમી, ધોરાજી, માળીયા હાટીનામાં 132 મીમી, માંગરોળમાં 119 મીમી, દ્વારકામાં 112 મીમી, કોડીનારમાં 109 મીમી, બારડોલીમાં 105 મીમી, ભેંસાણમાં 104 મીમી વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત, નવસારીમાં 99 મીમી, જલાલપોર 88 મીમી, મહુવા 85 મીમી, ગીર ગઢડા 83 મીમી, કાલાવાડ 81 મીમી, સુત્રાપાડા 80 મીમી, જામજોધપુર 79 મીમી વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. સોમવારે રાજ્યના 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
