Gujarat Weather: ગુજરાતમાં આ જગ્યાએ આજથી બે દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસરના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. વળી, આ માવઠા બાદ ઠંડીના નવા રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 1 અને 2 માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે.

rain

આઈએમડી મુજબ આજે એટલે કે 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

વળી, હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ 2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાઝમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થશે. જેના પરિણામે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કમોસમી વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ 3થી 6 માર્ચ દરમિયાન ઠંડીનો નવો રાઉન્ડ અનુભવાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X