Gujarat Weather: રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.

rain

Gujarat Weather: રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં હજુ આગામી 3-4 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. 24 માર્ચ સુધી રાજ્યમાં ગરમની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ 22 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. વળી, 23 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદ થવાની સંભાવના છે. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરુચમાં પણ વરસાદની આગાહી કરી છે.

કચ્છમાં કાલે સતત ચોથા દિવસે માવઠુ થયુ હતુ. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ભાણ, ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. ગરમીમાં પણ ઘટાડો થયો છે અને હવામાન ખુશનુમા થઈ ગયુ છે. જો કે, ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કરી હતી. મરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X