Gujarat Weather: સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના, ઠંડી યથાવત, જાણો આગાહી

Gujarat Weather: ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીના પગલે ગુજરાતમાં પણ ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. આ સાથે ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. વળી, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain

આઈએમડીના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભેજનુ પ્રમાણ હોવાથી વાતાવરણ વાદળછાયુ રહેશે. વળી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં અરબ સાગરમાં ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. વરસાદના કારણે ઠંડીનો પારો પણ ગગડી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પારો 1-2 ડિગ્રી નીચે જઈ શકે છે. જેના પરિણામે ઠંડી વધશે.

તાપમાનની વાત કરીએ તો નલિયામાં 11થી 14 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. શુક્રવારે અમદાવામાં તાપમાન 16.7 ડિગ્રી નોંધાયુ હતુ. નલિયામાં તાપમાન 11.4 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, બૂજમાં 14.5 ડિગ્રી, કંડલામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી નોંધાયુ હતુ.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે. આગામી 48 કલાક વાતાવરણ વાદળછાયુ રહેશે. 3 દિવસ બાદ પારો ગગડશે. હાલમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X