Gujarat Weather: રાજ્યમાં માવઠાની આગાહી, હવામાન પલટાશે, ઠંડીમાં થશે તીવ્ર વધારો
Gujarat Weather: અમદાવાદ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. પારો 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસમાં વાતાવરણ પલટાશે અને ઠંડીમાં વધારો થશે. વળી, અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદની સંભાવના નથી પરંતુ ત્યારબાદ બે દિનવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 25 નવેમ્બર પછી રાજ્યમાં પારો ગગડશે અને ઠંડીમાં તીવ્ર વધારો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ 25 અને 26 નવેમ્બરના રોજ રાજ્યના ઘણા ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 26 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે 26 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
27 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 13.4 ડિગ્રી નોંધાયુ છે. વળી, અમરેલીમાં 16.7 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 19 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. અમદાવાદમાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.












Click it and Unblock the Notifications
