Gujarat Weather: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં
Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરશિયાળે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હજુ આજે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે કપાસ, મકાઈ, તુવેરના પાકોને નુકસાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે વડોદરાના ડભોઈ તાલુકાના ઘણા ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વળી, શિનોર તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરના બોડેલી, ઢોકલીયા, અલીપુરામાં તાલુકમાં ભારે વરસાદ થયો હતો. વળી, રાજપીપળા અને નર્મદામાં પણ માવઠુ થયુ હતુ. આણંદમાં પણ રાતે વરસાદ તૂટી પડ્યો હતો.
આ ઉપરાંત ભરુચ શહેર અને સુરત જિલ્લામાં તેમજ ઓલપાડના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સ્યાદલા, કારેલી, મૂળદ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
