Gujarat Weather: ભારે પવન અને ગાજવીજ સાથે ગુજરાતના આ શહેરોમાં વરસાદ શરુ, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

Gujarat Weather: હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ગુજરાતમાં શનિવારે વહેલી સવારથી કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં છૂટોછવાયો વરસાદ શરુ થયો છે.

હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યુ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે.

rain

કમોસમી વરસાદની આગાહીના પગલે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના ગોતામાં તેમજ ગાંધીનગરમાં સવારે વરસાદી છાંટા પડ્યા છે. દ્વારકામાં પણ વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ ગામ, સૂઈગામ, થરાદ, વાવ, ધાનેરા પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. વળી, કચ્છના ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. ભાવનગરના ઘોઘા પંથકમાં મોડી રાતે અચાનક જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

માવઠાના પગલે ખેડૂતોમાં પાકના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. રાયડો, જીરુ, ઘઉં, જુવાર, ચણા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમામં નુકશાન થયુ છે. વળી, આંબાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X