ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર, 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાગ હવે રાહત મળશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી રવિવાર ભારે વરસાદથી રાહત લાવશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સપ્તાહમાં 13મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, 7મી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

8 થી 13મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
8 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, 9 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
