Gujarat Weather Update: થીજાવી દેતી ઠંડી પડશે ગુજરાતમાં, આગામી 7 દિવસ કેવું રહેશે વેધર, જાણો
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાએ માઝા મૂકી હતી અને ધોધમાર વરસાદથી ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે ચોમાસું તો પૂર્ણ થઇ ગયું છે પરંતુ શિયાળો વિલંબથી શરૂ થયો છે. જો કે હવામાન આગાહી મુજબ ચોમાસાની જેમ જ આ વખતે શીતળ ઠંડી પણ કંપાવી મૂકે તેવી હશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ઠંડીને લઈ કોઈ સંકેત નથી મળી રહ્યા, તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે, અંબાલાલ પટેલે આગામી 17થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે.
ઠંડીને લઈ અંબાલાલની આગાહી
આની સાથે જ અંબાલાલ પટેલે ઠંડીને લઈને પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ઠંડી 30 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થયા પછી ગુજરાતમાં ઠંડીનું આગમન થશે. અત્યારે ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો નાગરિકોને તપાવી રહ્યો છે.
આગામી 4-5 દિવસ કેવા રહેશે?
નવેમ્બરનો અડધો મહિનો વિતી ગયો છે પરંતુ ગરમીનો પારો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદ હવામાન વિભાગના મુખ્યા એકે દાસનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત આગામી 4-5 દિવસ સુધી તાપમાનની સ્થિતિ પણ સ્થિર રહેશે.
એકે દાસે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું છે. આની સાથે જ અમદાવાદના હવામાન વિશે પણ કહ્યું કે પાછલા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું અને ન્યૂનતમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું, જે સામાન્યથી 2.3 ડિગ્રી વધુ છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
