Gujarat Weather: આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વળી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

આઈએમડીના જણાવ્યુ છે કે રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળશે. જેમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે. બે દિવસ પછી વરસાદનુ જોર ઘટવાની સંભાવના છે.

rain

દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પહેલી જુલાઈથી ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 30 જૂન માટે અતિ ભારે વરસાદની આગાહી છે. 1 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ નબળી બનવાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં 2 અને 3 જુલાઈએ વરસાદની સંભાવના નહિવત છે.

અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યુ છે. અમદાવાદમાં ગઈ કાલે વીરમગામમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધંધુકામાં 1 ઈંચ વરસાદ થયો હતો.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં ભારે વરસાદના કારણે પાંચ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. મહુવામાં 6 ઈંચ અને વ્યારામાં 5.5 ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ પાણી ભરાઈ ગયા છે. તાપી અને જૂનાગઢમાં ભારે વરસાદને પગલે રસ્તા પર અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે.

નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી સિસ્ટમ અને મધ્ય પ્રદેશમાં બનેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમ નબળી પડ્યા બાદ રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોને આગામી ચાર દિવસ માટે જ્યારે દ્વારકા, વેરાવણ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરુચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિમી રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X