Gujarat Weather: ગુજરાતમાં ફરીથી મેઘમહેર, આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, બે સિસ્ટમ સક્રિય
Gujarat Weather: ગુજરાતમાં આગામી 5થી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ આવી રહ્યો છે. આઈએમડી દ્વારા 24થી 26 ઓગસ્ટ સુધી અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમમાં પણ ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.
શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
સોમવારે જન્માષ્ટમીના દિવસે ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વળી, મંગળવારે સુરેન્દ્રનગર, બોટાદ પાટણ, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં અતિભારે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણામાં તથા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
