Gujarat Weather: કાલથી હવામાનમાં આવશે પલટો, કમોસમી વરસાદની આગાહી, ઠંડી વધશે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 27 નવેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેની અસર ખેતીના પાક પર થઈ રહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

unseasonal rain

આઈએડીના જણાવ્યા મુજબ 25 નવેમ્બરના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદની વકી છે. આ ઉપરાંત 26 અને 27 નવેમ્બરના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

માવઠાને પગલે આગામી દિવસોમાં તાપમાન નીચુ જતા ઠંડી પણ વધવાની સંભાવના છે. ગઈ કાલે રાતે રાજ્યના 7 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયુ હતુ. નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંઘાયુ હતુ. અમદાવાદમાં 18.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંઘાયુ હતુ.

અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 16.4 ડિગ્રી, ડીસામાં 17 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ભૂજમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 20.8 ડિગ્રી, રાજકોટમાં 21.4 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X