Gujarat Weather: ગુજરાતમાં શિયાળો અંતિમ તબક્કામાં, ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હાલમાં સવારે અને રાતે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, હવે વાતાવરણમાં મોટા ફેરફાર થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી સામાન્ય કરતાં વધુ ઉંચુ જવાની સંભાવના છે. જેના કારણે ખૂબ ગરમી પડી શકે છે.

cold heat

તમને જણાવી દઈએ કે રાજ્યમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઠંડીનુ પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યુ છે. તાપમાનનો પારો હવે ઉંચો જઈ રહ્યો છે. હાલમાં રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવાઈ રહી છે. ગુજરાતમાં 11 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધીની તાપમાન નોંધવામાં આવ્યુ છે.

આઈએમડી અનુસાર આજે એટલે કે 15 ફેબ્રુઆરીથી વાતાવરણ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે. જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ 16થી 19 ફેબ્રુઆરી દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો રેકૉર્ડ તૂટી શકે છે. શિયાળો જલ્દી વિદાય લેશે અને રેકૉર્ડતોડ ગરમી પડી શકે છે.

ફેબ્રુઆરીના હવેના દિવસોમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સુધી જઈ શકે છે. જે વર્ષ 2017માં 35 ડિગ્રી હતુ. દિવસ દરમિયાન ઉનાળો અને રાતે શિયાળાનો માહોલ અનુભવાશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 16.4 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, સુરતમાં 18.5 ડિગ્રી, કંડલામાં 16.2 ડિગ્રી, દ્વારકામાં 18 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 30.9 ડિગ્રી, નલિયામાં 30 ડિગ્રી, ડીસામાં 29.5 ડિગ્રી, ગાંધીનગરમાં 30.2 ડિગ્રી, વડોદરામાં 31.4 ડિગ્રી, સુરતમાં 30.6 ડિગ્રી, કંડલામાં 29.5 ડિગ્રી, દ્વારકામાં 29.6 ડિગ્રી, રાજકોટમાં 31.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 31 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. મે-જૂનમાં ભીષણ ગરમી પડશે. વળી, માર્ચની શરુઆતમાં હવામાનમાં પલટો આવશે અને પવનની ગતિ વધશે. જો કે, અલ નીનોની અસર ઘટશે ત્યારબાદ ભયંકર ગરમીમાંથી રાહત મળશે અને આ વર્ષે ચોમાસુ સારુ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X