Gujarat Weather: ગુજરાતમાં શિયાળો ચરમ સીમાએ, કાતિલ ઠંડીનો કહેર, હજુ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બની રહ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.

આઈએમડીના જણાવ્યા મુજબ ગુજરાતમાં લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયાના બદલે ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.
ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, ડીસામાં 9.6 ડિગ્રી, ગાંધીનગરમાં 9 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.6 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 29.4 ડિગ્રી, નલિયામાં 28.6, ડીસામાં 28.5 ડિગ્રી, વડોદરામાં 29.4 ડિગ્રી, સુરતમાં 30.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 28.7 ડિગ્રી, દ્વારકામાં 26.9 ડિગ્રી, રાજકોટમાં 31.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
