MLAs MPs બનતા જ ગુજરાતમાં છ માસમાં પેટા ચૂંટણી આવશે

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 એપ્રિલ : ગુજરાતમાં ચૂંટણીની એક મોસમ ગઇ નથી ને બીજી આવી છે એમ સમજો. ચૂંટણીઓ ગુજરાતના નાગરિકોને સતત વિચારતા રાખી રહી છે સાથે રાજકારણીઓ અને નેતાઓને પણ દોડતા રાખી રહી છે. હાલ સૌની નજર ગુજરાતમાં 30મી એપ્રિલે લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણી પર છે.

ગુજરાતના અનેક ધારાસભ્યો લોકસભા ચૂંટણી 2014માં ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણીઓમાં તેમની જીત થયા બાદ તેઓ સાંસદ બનશે અને ખાલી પડેલી ધારાસભ્ય તરીકેની બેઠક ભરવા ગુજરાતમાં 6 મહિનામાં જ પેટા ચૂંટણી આવશે.

લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવ્યા નથી કે તરત જ ગુજરાતમાં પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરાશે. આ પેટા ચૂંટણીઓ વિધાનસભાની પેટા ચૂંટણી હશે. કારણ કે આ વખતે કુલ લોકસભાની 26 પૈકીની 13 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસના ધારાસભ્‍યો ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્‍ય વિજયી બનશે તેમને ધારાસભ્‍યપદેથી રાજીનામું આપવું પડશે અને તેથી ખાલી પડેલી આ જગ્‍યા સામે પેટા ચૂંટણી યોજાશે. આગળ વાંચો કઇ બેઠક પરથી કયા ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે?

છ મહિનામાં જ પેટાચૂંટણી આવી સમજો

છ મહિનામાં જ પેટાચૂંટણી આવી સમજો

ભાજપ-કોંગ્રેસે તેમના 13 જેટલા ધારાસભ્‍યોને લોકસભાની ચૂંટણીના મેદાનમાં સજ્જ કરી દીધા છે એટલે એ નક્કી છે કે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્‍યો, સાંસદ તરીકે ચૂંટાયા બાદ પોતાની ધારાસભ્‍યની સીટ ખાલી કરશે અને આવી બેઠકો પર અનિવાર્યપણે પેટાચૂંટણી આવશે.

લોકસભામાં પણ ધારાસભ્યોનો સામસામી મુકાબલો

લોકસભામાં પણ ધારાસભ્યોનો સામસામી મુકાબલો

જૂનાગઢની બેઠક ઉપર ભાજપના ધારાસભ્‍ય રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના ધારાસભ્‍ય પૂંજાભાઈ વંશ મેદાનમાં છે. એવી જ રીતે ભાવનગરમાં પણ ભાજપના ધારાસભ્‍ય ભારતીબેન શિયાળની સામે કોંગ્રેસના ધારાસભ્‍ય પ્રવીણ રાઠોડ ચૂંટણી લડી રહ્યા છે. આ બે બેઠકો એવી છે જયાં ભાજપ કે કોંગ્રેસનો કોઈપણ ઉમદેવાર ચૂંટણી જીતશે પણ ધારાસભ્‍યની આ બેઠકો તો ચોક્કસ ખાલી થશે.

મોટા નામો વચ્ચે લડાઇ

મોટા નામો વચ્ચે લડાઇ

બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી ભાજપના સાંસદ હરીભાઈ ચૌધરી, પોરબંદરથી સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને પંચમહાલથી ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે તેમના ત્રણ ધારાસભ્‍યોને મેદાનમાં છે. રાજકોટથી કોંગ્રેસના કુંવરજી બાવળિયા, જામનગરથી વિક્રમ માડમ, આણંદથી ભરતિસંહ સોલંકી, ખેડાથી દિનશા પટેલ અને દાહોદથી પ્રભાબેન તાવિયાડ સામે ભાજપના ધારાસભ્‍યો ચૂંટણી લડી રહ્યા છે.

નરેન્દ્ર મોદી પણ મિશનમાં સામેલ

નરેન્દ્ર મોદી પણ મિશનમાં સામેલ

નરેન્દ્ર મોદી પણ મિશનમાં સામેલ
મુખ્‍યપ્રધાન નરેન્‍દ્ર મોદીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપ માટે દેશમાં ‘મિશન-272' અને ગુજરાતમાં ‘મિશન-26'ના લક્ષ્યાંકને હાંસલ કરવો જરૂરી છે. ગુજરાતમાં તેમને એકપણ બેઠક હારવી પોષાય તેમ નથી. એવી જ રીતે મોદીને કેન્‍દ્રમાં પહોંચતા રોકવા માટે કોંગ્રેસને પણ સારો દેખાવ કરવાની ફરજ પડી છે.

લોકસભામાં થશે દમ ખમના પારખાં

લોકસભામાં થશે દમ ખમના પારખાં

લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના 8, કોંગ્રેસના 4 અને એનસીપીના 1 ધારાસભ્‍યનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે જૂનાગઢ અને ભાવનગરની બેઠક ઉપર કોંગ્રેસ-ભાજપના ધારાસભ્‍યો વચ્‍ચે જ લોકસભાની ચૂંટણી માટે જંગ જામ્‍યો છે. આ વખતે 8 બેઠકો ઉપર કોંગ્રેસ-ભાજપના સાંસદો સામે ધારાસભ્‍યો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે ત્રણ સાંસદો અને પાંચ ધારાસભ્‍યોને તો સામે કોંગ્રેસે પાંચ ધારાસભ્‍યો અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

બનાસકાંઠા- જોઈતાભાઈ પટેલ (કોંગ્રેસ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

સાબરકાંઠા- શંકરસિંહ વાઘેલા (કોંગ્રેસ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જૂનાગઢ-પૂંજાભાઈ વંશ (કોંગ્રેસ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

પંચમહાલ-રામસિંહ પરમાર (કોંગ્રેસ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

પોરબંદર-કાંધલ જાડેજા (એનસીપી)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

વડોદરા અને વારાણસી - નરેન્‍દ્ર મોદી (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

પાટણ-લીલાધર વાઘેલા(ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

રાજકોટ-મોહનભાઈ કુંડારિયા (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જામનગર-પૂનમબેન માડમ (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જૂનાગઢ-રાજેશ ચુડાસમા (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

આણંદ-દિલીપ પટેલ (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

ખેડા-દેવુસિંહ ચૌહાણ (ભાજપ)

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

જાણો કયા ધારાસભ્યો ક્યાંછી લડે છે લોકસભા ચૂંટણી

દાહોદ-જશવંતસિંહ ભાભોર (ભાજપ)

English summary
Gujarat will have by-election in next six months after MLAs elected as MPs in Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X