For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી પર સીઆર પાટિલનું નિશાન, બોલ્યા- મફતમાં કંઈ નહીં ચાલે

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી પર સીઆર પાટિલનું નિશાન, બોલ્યા- મફતમાં કંઈ નહીં ચાલે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈ રાજકારણ ચરમ પર છે. જ્યાં સુરતમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે મફતના વાયદાઓ સાથે ગુજરાતમાં મતદારોને લોભાવવાની કોશિશ કરનારને "મહાઠગ" કહ્યા અને કહ્યું કે આવા પ્રકારના પ્રસ્તાવોથી તેમને રાજ્યમાં વોટ નહીં મળે.

cr patil

જણાવી દઈએ કે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે દિલ્હીના સીએમ કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક રાજનૈતિક નેતા, જ્યારે ચૂંટણી નજીક હોય છે, તો રાજ્યમાં "ચોમાસાના દેડકા"ની માફક આવવા લાગે છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જ્યારે ડિસેમ્બરમાં થવાની સંભાવના છે એવામાં આમ આદમી પાર્ટી પાછલા 27 વર્ષોથી રાજ્ય પર શાસન કરી રહેલ ભાજપ સરકારને પડકાર આપવાના રૂપમાં કોંગ્રેસની જગ્યા લેવાની તૈયારી કરી રહી છે.

ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે કેજરીવાલને મહાઠગ ગણાવ્યા

જણાવી દઈએ કે કેજરીવાલે હાલમાં જ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં એક રેલી કરી હતી. સાથે જ અમદાવાદમાં પાર્ટીના સહયોગી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે એક રોડ શોમાં પણ ભાગ લીધો હતો. ત્યારે સીઆર પાટિલે કહ્યું કે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે કેટલાક રાનૈતિક પાર્ટીઓના નેતા ચોમાસુ દેડકાઓની માફક ગુજરાત આવે છે. જ્યારે તેઓ મફલર પહેરે છે તો તેનો મતલબ એ કે દિલ્હીમાં શિયાળો આવી ગયો છે. પાટિલે સત્તાધારી પાર્ટીના 'વન ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ દરમિયાન વડોદરામાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું, આ માણસ 'ઠગ' નહીં બલકે એક મહાઠગ છે.

ગુજરાતીઓને મફતિયું પસંદ નથી

આ દરમિયાન નવસારી લોકસભા સભ્યએ કહ્યું કે કેજરીવાલ રાજ્યમાં મફત ઉપહાર આપવાની કોશિશ કરે છે. મેં પહેલાં પણ સાર્વજનિક રૂપે આ કહ્યું છે અને પાછો કહીશ કે ગુજરાતની ખુદની સંસ્કૃતિ છે. ગુજરાતીઓને એક વિશેષતા છે. તેઓ આપવા માટે હાથ લંબાવે છે લેવા માટે નહીં. ગુજરાતીઓને મફતિયું પસંદ નથી. તેમને કંઈપણ મફત આપવાથી તમને વોટ નહીં મળે. પાટિલે સરકારના પ્રશાસન માટે ભાજપના વખાણ કર્યાં અને કહ્યું કે કેટલાય રાજ્યોમાં વિજળી કાપની સમસ્યા ચાલી રહી છે તેવા સમયમાં ગુજરાત પર સરકારે આ સંકટ નથી આવવા દીધું.

English summary
Gujarati are not freebies says bjp state president CR Patil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X